દુઃખને કોઈ નાત નથી રે, દુઃખને કોઈ જાત નથી
માનવની વાતમાં રે દુઃખની વાત તો, ડોકિયું કર્યાં વિના રહેતી નથી
સુખનો છેડો ગોતવા નીકળ્યો રે માનવ, દુઃખનો છેડો હાથમાં આવ્યા વિના રહ્યો નથી
જાતો નથી રે દિવસ માનવનો ખાલી, દુઃખની વાતો સાંભળ્યા કે કર્યાં વિના જાતો નથી
કરી કરી વાત પોતાના દુઃખની, અન્યને દુઃખી કર્યાં વિના રહેતા નથી
દુઃખ ના જુએ ઉંમર કે રંગ કદી, સહુને લપેટયા વિના એ રહ્યું નથી
દુઃખ ના જુએ કોઈ આચારસંહિતા, સંહિતા પોતાની એની અનોખી છે
દુઃખમાં વિવશ બની પ્રાણ તડપે જ્યારે, ત્યારે હૈયાને કપાવ્યા વિના રહ્યું નથી
છે દુઃખ સહુનું જુદું, સહુને મહત્ત્વનું, મહત્ત્વનું જીવનમાં એ તો બની જાય છે
અવગણશો દુઃખ જ્યાં અન્યનું, એ દૂર ને દૂર થાતો ને જાતો જાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)