Hymn No. 5310 | Date: 06-Jun-1994
|
|
Text Size |
 |
 |
મળી જાય જીવનમાં એક વાર જો તું પ્રભુ, મળી જાય જીવનમાં તો બધું ઉપાસના ને ઉપાસનાઓ જીવનમાં કરું, મળે દર્શન તારાં, ફળ એને, એનાં ગણું દિનને રાત તને શોધતો રહું, તારા મેળાપને, અંત એનો તો ગણું જીવન એવું જીવું, તારી બંસરીનો સૂર, જગમાં એનો હું તો બનું તારા પરમ તેજને, મારા જીવનના અણુએ અણુમાં એને હું તો ઝીલું તારાં મનોહર દર્શનથી, મારાં નયનોને, મારા હૈયાને હું તો ભરું છે યાદ સદા તારી આનંદભરી, કરી યાદ બીજી, આનંદને શાને હરું છે વાસ્તવિકતાથી ભરી યાદ તારી, શાને માયાની યાદથી મેલી એને કરું મળતાં ને મળતાં રહે જીવનમાં દર્શન તારાં, ના મુક્તિ જીવનમાં બીજી ચાહું તુજ છે એક માલિક મારો, મને તારો સેવક ને સેવક હું તો ગણું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|