કહેવી પડે છે રે, કહેવી પડે છે રે પ્રભુ, દિલની વાત તો અનેક વાર
ઊછળતા ને ઊછળતા રહ્યા છે રે ઉછાળા દિલમાં, જીવનમાં તો વારંવાર
હટયાં નથી, હટયાં નથી રે જીવનમાં, હૈયાનાં તોફાનો તો લગાર
નિર્ણય કરી કરી, બદલતો રહ્યો જીવનમાં, રહ્યો વળ્યો ના કાંઈ એમાં ભલીવાર
શણગારવું હતું જીવનને સદ્ગુણોથી, મળતા રહ્યા જીવનમાં નિરાશાના શણગાર
કરી કરી યત્નો રાખ્યા અધૂરા, પહોંચી ના શક્યો મંઝિલની પાર
કહેતાં તો રહેવું પડશે તો તને, બનવું અને રહેવું પડશે હોશિયાર
કહેવી ને કહેવી છે બધી વાતો તને, રાખવો નથી હૈયામાં તો એનો ભાર
ખાતા ને ખાતા રહ્યા માર જીવનમાં, તારી પાસે ખાલી કરી ના શકીએ હૈયાનો ભાર
પ્રભુ તું ને તું છે જીવનમાં, શાશ્વત સુખનો જીવનમાં તો સાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)