Hymn No. 5315 | Date: 08-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-08
1994-06-08
1994-06-08
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=815
હટી જાય જ્યાં ભાવ તારામાંથી રે પ્રભુ, ત્યાં તું તો રહેતો નથી
હટી જાય જ્યાં ભાવ તારામાંથી રે પ્રભુ, ત્યાં તું તો રહેતો નથી ભાવભર્યા હૈયાના ભાવમાં રે પ્રભુ, તું ભીંજાયા વિના રહેતો નથી બંધાય છે તું પ્રેમ ને ભાવના તાંતણામાં, એના વિના તું બંધાતો નથી માનવનાં કર્મો દૂર રાખે છે તને એનાથી, એના વિના દૂર તું હોતો નથી છે શાશ્વત સુખ તો તારાં ચરણોમાં, માનવ જગમાં ફાંફાં ખોટાં માર્યા વિના રહેતા નથી દુઃખથી દાઝ્યા માનવ જીવનમાં જ્યાં, યાદ તને કર્યાં વિના રહેતા નથી યાદ તારી હૈયેથી જ્યાં જાગી સાચી, દુઃખ જીવનમાં તો ત્યાં ટકતું નથી તૂટી જાય વિશ્વાસના આધાર જીવનમાં જ્યાં, જીવન એ જીવન રહેતું નથી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
hati jaay jya bhaav taramanthi re prabhu, tya tu to raheto nathi
bhavabharya haiya na bhaav maa re prabhu, tu bhinjay veena raheto nathi
bandhaya che tu prem ne bhaav na tantanamam, ena veena tu bandhato nathi
manavanam karmo dur rakhe che taane enathi, ena veena dur tu hoto nathi
che shashvat sukh to taara charanomam, manav jag maa phampham khotam marya veena raheta nathi
duhkhathi dajya manav jivanamam jyam, yaad taane karya veena raheta nathi
yaad taari haiyethi jya jaagi sachi, dukh jivanamam to tya taktu nathi
tuti jaay vishvasana aadhaar jivanamam jyam, jivan e jivan rahetu nathi
|
|