Hymn No. 5326 | Date: 15-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-15
1994-06-15
1994-06-15
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=826
બની ગયું રે, એ તો બની ગયું, ના હવે એ તો કોઈના હાથમાં છે
બની ગયું રે, એ તો બની ગયું, ના હવે એ તો કોઈના હાથમાં છે જે બનવાનું છે, જે હજી બન્યું ના, ત્યાં સુધી એ હાથમાં તારા છે કરી લે વિચાર તું, બનવું છે કેવું, બનાવવું છે કેવું, જે હાથમાં તારા છે પામ ના નવાઈ તું, બન્યું જે જે, સર્જન એ તો તારું ને તારું છે રહીશ હસતો કે રડતો તું, જીવન જેવું જગમાં તો તેં બનાવ્યું છે બનવું, બનાવવું કે બગાડવું, સદા હાથમાં એ તો તારા ને તારા છે બનવાનું હતું એ તો બની ગયું, આ ભાષા તો નાકામિયાબીની છે જે બનતું રહે, જે તો બનવાનું છે, હિસ્સો એમાં, એ તો તારો ને તારો છે કંચન બનશો કે કથીર રહેશો જીવનમાં, પહેચાન એ તો તારી ને તારી છે જે છે તું, બની ના શક્યો તું જેવો, હાર જીવનની એ તો તારી ને તારી છે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
bani gayu re, e to bani gayum, na have e to koina haath maa che
je banavanum chhe, je haji banyu na, tya sudhi e haath maa taara che
kari le vichaar tum, banavu che kevum, banavavum che kevum, je haath maa taara che
pama na navai tum, banyu je je, sarjana e to taaru ne taaru che
rahisha hasato ke radato tum, jivan jevu jag maa to te banavyum che
banavum, banavavum ke bagadavum, saad haath maa e to taara ne taara che
banavanum hatu e to bani gayum, a bhasha to nakamiyabini che
je banatum rahe, je to banavanum chhe, hisso emam, e to taaro ne taaro che
kanchan banasho ke kathira rahesho jivanamam, pahechana e to taari ne taari che
je che tum, bani na shakyo tu jevo, haar jivanani e to taari ne taari che
|