રહીએ તો કરતા ને કરતા, જીવનમાં તો બસ, રહીએ કરતા ને કરતા
કરીએ સાચું કેટલું, કરીએ ખોટું કેટલું જીવનમાં, નથી કાંઈ એ તો જોતા
રહે પરિણામો ઊભાં એમાં થાતાં, રહીએ કદી હસતા, રહીએ કદી રોતા
કદી સફળતામાં ફુલાઈ જાતા, કદી નિષ્ફળતામાં ઊંડે ડૂબી રે જાતા
ભૂલો કદી કરી એવી રે નાખતા, સુધારતા નાકે દમ આવી રે જાતા
સ્વીકારી ના શકીએ જ્યાં નિષ્ફળતા, ટોપલો એનો, અન્ય પર ઢોળી દેતા
અપેક્ષાઓના ઢગ જીવનમાં ઊભા કરતા, પૂરી કદી જીવનમાં ના એ કરતા
સુખદુઃખના અંજામ જોતા રહેતા, તોય એમાં લપેટાતા તો રહેતા
કરવા જેવું જીવનમાં તો ના કરતા, ખોટું ને ખોટું સદા રહ્યા કરતા
સાચું રહ્યા છે જીવનમાં તો કરતા, એવું રહે જીવનમાં તો એ માનતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)