માની લેજે ના, જીવનમાં હાર તું તારી, યુદ્ધ જીવનમાં તારું શરૂ થઈ ચૂક્યું છે
જીત તો છે જ્યાં લક્ષ્ય તો તારું, માનીને હાર, દેતો ના જીવનમાં દગો રે એને
ધીરજ ને મક્કમતાનાં શસ્ત્રોને જીવનમાં તારા, ઘસી ઘસી ધારદાર કરી રાખજે એને
યુદ્ધ જ્યાં જીવનમાં થઈ ગયું છે શરૂ, જ્યારે ને ત્યારે પડશે જરૂર એની તને
વિશ્વાસથી પગલે પગલાં ભરવાં પડશે, એના વિના ના આગળ વધી શકશે
કદમ કદમ પર તો તારા સામના થાશે, એમાં ટકીને આગળ તારે વધવું પડશે
યુદ્ધ તો કાંઈ ના એ તો અટકશે, અંત સુધી તો તારે ને તારે લડવું પડશે
હાર કે જીત હશે પરિણામ તો એનું, સદા ધ્યાનમાં તારે આ રાખવું પડશે
યુદ્ધ છે જ્યાં તારું ને તારું, તારે ને તારે લડવું પડશે, ઇલાજ ના તારો બીજો હશે
માની લીધી હાર જ્યાં, ના ઉદ્દેશ બીજો રહેશે, સદા જીવનમાં તું આ સમજી લેજે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)