દૂર ને દૂર રહેશો રે મારાથી, ક્યાં સુધી રે મારા રે પ્રભુ
તને જીવનમાં રે, હું તો સદા, ઝંખતો ને ઝંખતો રહ્યો છું
જોઈ જીવનમાં ઘણી ચડતી ને પડતી, જીવનમાં મારી રે પ્રભુ
લઉં છું હવે તો તારું રે નામ, ના હવે અટકાવી દેજે એને તું
બનતો ને બનતો જાઉં છું, દીવાનો હું તો તારો રે પ્રભુ
ભુલાવી દેજે મને રે, જગનું ભાન બધું, હવે રે મારું તું
નાઇલાજ તો છું રે હું, નાઇલાજ નથી કાંઈ પ્રભુ રે તું
જીવનમાં બનાવી દેજે, હવે બધું નાઇલાજ મને રે તું
તડપાવ્યો ને તડપાવ્યો મને, ઘણો ને ઘણો તેં તો પ્રભુ
હવે આવી પાસે ને પાસે, વાળી દે બદલો એનો રે તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)