જનારા તો જગમાંથી રે ગયા, રહેનારા રહેવાના નથી
એનો જોનાર તો છે તું, અસ્તિત્વ તારું પણ રહેવાનું નથી
કોણ કરશે શું ને કરતું રહેશે, કોઈ કહી એ શકવાનું નથી
કંઈક વિચારધારાઓ આવી ને ગઈ, કાયમ કોઈ રહેવાની નથી
દિવસો વીત્યા, દિવસો આવ્યા, કાયમ તો દિવસો રહેવાના નથી
પૂનમ ને અમાસ તો રહેશે આવતી, કાયમ તો એ રહેવાની નથી
ભરતી જાગશે, ઓટ તો આવશે, કાયમ તો એ રહેવાની નથી
પરમાનંદ વિના કાયમનો આનંદ, નથી પ્રભુચરણ વિના મળવાનો નથી
ઊછળશે ઉછાળા વૃત્તિઓના, એ શાંત કર્યાં વિના શાંતિ મળવાની નથી
વધશે જોર જીવનમાં હકીકતોનું, સ્વીકાર્યા વિના ચાલવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)