Hymn No. 5339 | Date: 22-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-22
1994-06-22
1994-06-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=839
કરશો ના કોશિશ તમે, વિધિના લેખ તો વંચાવવાના
કરશો ના કોશિશ તમે, વિધિના લેખ તો વંચાવવાના ચૂકશો કે ના વંચાશે લેખ જો સાચા, કરશે ઊભા એ ગોટાળા ગૂંચવાશો જો તમે એમાં ખોલી, નાખશો દ્વાર તમે શંકાનાં ગૂંથાઈ જાશો જ્યાં તમે એવા, થઈ જાશે દ્વાર બંધ ત્યાં પુરુષાર્થનાં હશે જો એ તો થવાનું, જાણીને ફરક નથી કાંઈ એમાં પડવાના હશે સારું તો રાજી એમાં થવાના, નહીંતર દુઃખ તો અનુભવવાના વંચાવી એક વાર, સંતોષ નથી મળવાના, ફરી વંચાવવા તો પડવાના કંઈક વાર વંચાવી વંચાવી, પાછા જીવનક્રમમાં એ ભૂલી જવાના રહેશો રચ્યા-પચ્યા, કપાઈ જાશે પાંખ એમાં, અનુરૂપ કર્મ કરવાના રાખી વિશ્વાસ પૂર્ણ તારામાં ને તારા યત્નોમાં, છે રસ્તા એ જીવન સુધારવાના
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karsho na koshish tame, vidhina lekha to vanchavavana
chuksho ke na vanchashe lekha jo sacha, karshe ubha e gotala
gunchavasho jo tame ema kholi, nakhasho dwaar tame shankanam
gunthai jasho jya tame eva, thai jaashe dwaar bandh tya purusharthanam
hashe jo e to thavanum, jaani ne pharaka nathi kai ema padavana
hashe sarum to raji ema thavana, nahintara dukh to anubhavavana
vanchavi ek vara, santosha nathi malavana, phari vanchavava to padavana
kaik vaar vanchavi vanchavi, pachha jivanakramamam e bhuli javana
rahesho rachya-pachya, kapai jaashe pankha emam, anurupa karma karavana
rakhi vishvas purna taara maa ne taara yatnomam, che rasta e jivan sudharavana
|
|