Hymn No. 5343 | Date: 25-Jun-1994
|
|
Text Size |
 |
 |
1994-06-25
1994-06-25
1994-06-25
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=843
ના જીવન પર કાટ તું ચડવા દેજે, સાફ ને સાફ એને તું કરતો રહેજે
ના જીવન પર કાટ તું ચડવા દેજે, સાફ ને સાફ એને તું કરતો રહેજે છે ભાવની ધરતી તો ભીની ને ભીની, ના એમાં તું લપસતો રહેજે બુદ્ધિને બુઠ્ઠી ના તું બનવા દેજે, ઘસી ઘસી તીક્ષ્ણ એને તું રાખજે આળસને ના તું ઉત્તેજન દેજે, જીવનમાં એનાં જાળાં તું બાઝવા ના દેજે જ્ઞાનને જીવનમાં ના સ્થગિત કરી દેજે, નિત્ય એમાં વધારો કરતો રહેજે હિંમતની જીવનમાં સદા જરૂર રહેશે, એ મૂડીને ના તું ઘટવા દેજે ધીરજની જીવનમાં સદા જરૂર રહેશે, અધવચ્ચે ના એને તું ખૂટવા દેજે જીવનની તાણમાં ના તણાઈ જાજે, ચિંતાના ભારથી જીવનને ના દબાવી દેજે હૈયેથી અંધકારને તું દૂર રાખજે, જીવનમાં પ્રકાશના બિંદુ તું ઝીલતો રહેજે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
na jivan paar kata tu chadava deje, sapha ne sapha ene tu karto raheje
che bhavani dharati to bhini ne bhini, na ema tu lapasato raheje
buddhine buththi na tu banava deje, ghasi ghasi tikshna ene tu rakhaje
alasane na tu uttejana deje, jivanamam enam jalam tu bajava na deje
jnanane jivanamam na sthagita kari deje, nitya ema vadharo karto raheje
himmatani jivanamam saad jarur raheshe, e mudine na tu ghatava deje
dhirajani jivanamam saad jarur raheshe, adhavachche na ene tu khutava deje
jivanani tanamam na tanai jaje, chintan bharathi jivanane na dabavi deje
haiyethi andhakarane tu dur rakhaje, jivanamam prakashana bindu tu jilato raheje
|
|