Hymn No. 5348 | Date: 28-Jun-1994
|
|
Text Size |
 |
 |
કર્મની રે કૂંડી છે રે ઊંડી, ના થાશે જલદી એ તો ખાલી
Karamni Re Che Re Undi,Na Thashe Jaldi Ae To Khali
સેવા, કર્મ, પુરુષાર્થ, જાગ્રતી, ભાગ્ચ (Service, Action, Strive, Alert, Destiny)
1994-06-28
1994-06-28
1994-06-28
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=848
કર્મની રે કૂંડી છે રે ઊંડી, ના થાશે જલદી એ તો ખાલી
કર્મની રે કૂંડી છે રે ઊંડી, ના થાશે જલદી એ તો ખાલી ઉલેચતા ને ઉલેચતા જાશે રે એને, રહેશે પાછી એ ભરાતી ને ભરાતી અન્યનાં કર્મો ના ભરાશે એમાં, તારાજ કર્મોની વધઘટ એમાં થાતી ઉલેચી ઉલેચી નાખજે એને, પ્રભુની કૂંડીમાં, થાશે ત્યારે તો એ ખાલી જાશે એ તો ભરાતી ને ભરાતી, જોશે ના એ તારા જાત તો કર્મની ઉલેચતા ઉલેચતા એને રે જીવનમાં, જીવનમાં જઈશ એમાં તું થાકી સમજી-વિચારીને કરજે રે કર્મો, કરવા ખાલી, લાગે ના તને એ ભારી કર્મ વિના ના રહી શકશે, કર્મમાંથી શીખી લેજે જીવન જીવવાની બારી રહીશ કર્મમય તો તું જગમાં, છે જગમાં લેણાદેણી કર્મની તારી કર્મની કેડી છે બહુ અટપટી, દેશે મૂંઝવી એ તો ઘડી ઘડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
karmani re kundi che re undi, na thashe jaladi e to khali
ulechata ne ulechata jaashe re ene, raheshe paachhi e bharati ne bharati
anyanam karmo na bharashe emam, taraja karmoni vadhaghata ema thati
ulechi ulechi nakhaje ene, prabhu ni kundimam, thashe tyare to e khali
jaashe e to bharati ne bharati, joshe na e taara jaat to karmani
ulechata ulechata ene re jivanamam, jivanamam jaish ema tu thaaki
samaji-vicharine karje re karmo, karva khali, laage na taane e bhari
karma veena na rahi shakashe, karmamanthi shikhi leje jivan jivavani bari
rahisha karmamaya to tu jagamam, che jag maa lenadeni karmani taari
karmani kedi che bahu atapati, deshe munjavi e to ghadi ghadi
|