ત્રિભેટે આવી અમે જ્યાં ઊભા, રાહ પકડવી કઈ, અમે એમાં તો મૂંઝાયા
સાથ ને સાથીદારોથી છૂટા પડી ગયા, ત્રિભેટે અમે જ્યાં આવી તો ઊભા
ના આગળ કોઈનાં પગલાં પડેલાં દેખાયાં, વધારો મૂંઝવણમાં તો એ કરી ગયા
આવી ગઈ તારી, પગલાં અમારાં પાડવાનાં, અમે એમાં તો મૂંઝાયા ને મૂંઝાયા
રસ્તો હતેં નવો, રાહ હતી નવી, રસ્તા અમારે, અમારા હતાં એમાંથી કાઢવાના
કરી દૂર દૂર તો નજર, દેખાતા હતાં રસ્તા, લાંબા ને લાંબા તો ત્યાંના
મળશે મંઝિલ કયા રસ્તે, નિર્ણય એ લેવાના, અમે તો ખૂબ મૂંઝાયા
ત્યજી મોહ ને માયા, લાગી ગયા ને લાગી ગયા, મુક્તિપંથ તો શોધવાના
થાતી રે દૂર, આધિ વ્યાધિ ઉપાધિ એમાં, પગલાં સાચાં જ્યાં પડતાં ગયાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)