પ્રભુએ જગના ઘાટ ઘડયા છે, પ્રભુ જગના કુંભાર છે
અરે ઓ મારા પ્યારા રે ગધ્ધા, અરે ઓ મારા વ્હાલા રે ગધ્ધા
તને પ્યારથી કહું, તને વ્હાલથી રે કહું, મારા વ્હાલા રે ગધ્ધા
આખર તો તું (2), ગધેડો ને ગધેડો રહેવાનો
કરી કોશિશો ઘણી, તને રે સુધારવા, હાથ હેઠા પડયા હર કોશિશના, આખર...
કરું વખાણ તારી ગોરી ચામડીના, કે સ્વીકારું શક્તિ તારી ભાર ખેંચવાના, આખર...
ઘાટ માટીમાંથી જગમાં મેં કંઈક ઘડયા, તારા ઘાટમાં ફરક ના પડયા
ઘાટ મેં ભલે કંઈક ઘડયા, તારા ભી મેં ઘડયા, ફરક ના કાંઈ પડયા
કદી મારી વાતમાં હોંકારા ભણવા, હોં-ચી, હોં-ચી કરી, જગ તેં ગજાવ્યા, આખર...
છે સુંદર તો તારા કાન, ગંભીર તારી લાત, બગડે ત્યારે કરે તું લાતના પ્રહાર
જોઈને મુખડું તારું, કાઢી ના શકીએ અંદાજ, ગજવી શકે તારો રે અવાજ
ઊંચકી ભાર, ટકાવી રાખે છે, જાળવી રાખે છે, મારા જીવનના વ્યવહાર
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)