એક કરું ને બીજું રે ભૂલું, એક કરું ને બીજું રે ભૂલું
કંઈક કરું ને કંઈક હું તો ભૂલું, એક કરું ને બીજું હું તો ભૂલું
ભૂલી ભૂલી રાખું એને હું તો અધૂરું, એક કરું ને બીજું હું તો ભૂલું
ડૂબી ડૂબી માયામાં, મુક્તિને હું તો ભૂલું, એક કરું ને બીજું હું તો ભૂલું
વેરમાં ડૂબી ડૂબી જીવનમાં, પ્રેમને હું તો ભૂલું, એક કરું ને બીજું હું તો ભૂલું
વિકારોમાં નાચી નાચીને, પ્રભુસ્મરણ તારું હું તો ભૂલું
તણાઈ તણાઈ વિકારોમાં, પ્રભુસ્મરણ તારું હું તો ભૂલું
રાચી રાચી ખોટાં વિચારોમાં, સ્મરણ તારું હું તો ભૂલું
ક્રોધમાં ને ક્રોધમાં ડૂબી જીવનમાં, જીવનસુખને હું તો ભૂલું
ડૂબી ડૂબી આળસમાં જીવનમાં, પુરુષાર્થ હું તો ભૂલું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)