ભલે ભૂલો જીવનમાં તો સુધારી શકાવાની, ભૂલોને તોય ભૂલવાની નથી
કોશિશો ને કોશિશો જીવનમાં, ભૂલો અટકાવવાની તો છોડવાની નથી
બદલાતી ને બદલાતી રહેશે, એમાં ને એમાં તારા અંતરની તો સ્થિતિ
ઊભા કરશે જીવનમાં તો એ તોફાનો, શિક્ષા મળ્યા વિના એની રહેવાની નથી
પરંપરા ભૂલોની તો કરશે ઊભી, તારા જીવનમાં તારી દયાજનક તો સ્થિતિ
બની જા જાગૃત હવે તો તું, જીવનમાં કાબૂમાં લઈ લે, હરેક પરિસ્થિતિ
જાણે અજાણે ભલે થાશે રે ભૂલો, પરિસ્થિતિ એમાં બદલાવાની નથી
હરેક ભૂલો તારી રે જીવનમાં, કંઈ ને કંઈ તને એ તો શીખવ્યા વિના રહેવાની નથી
દુઃખનાં આંસુ કે સુખની ભરતી, હૈયામાં ઊભી કર્યાં વિના રહેવાની નથી
રાખ જીવનમાં, મેળવ જીવનમાં એના ઉપર કાબૂ, જલદી ઊભી એ થવાની નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)