Hymn No. 5396 | Date: 27-Jul-1994
|
|
Text Size |
 |
 |
1994-07-27
1994-07-27
1994-07-27
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=895
તારા હેતમાં ને હેતમાં ભીંજાવા દે મને રે માવડી, તારા હેતમાં ને હેતમાં
તારા હેતમાં ને હેતમાં ભીંજાવા દે મને રે માવડી, તારા હેતમાં ને હેતમાં આ સંસારમાં તારું હેત તો છે, મીઠી વીરડી રે મારી માવડી તારા હેતના દૂધની ધારા વહેવડાવીને રે, બની જા ગાવડી મારી રે માવડી સંસાર તાપ તપે છે ભયંકર મારી માવડી રે, ધરજે તારા હેતની છાંયડી રે આ સંસાર પ્રવાસમાં, હેત તારું તો છે, તારી પાસે પહોંચવાની પાવડી માવડી રે આ સંસાર સાગર પાર ઉતારવાને રે, છે હેત તારું, નાવડી રે મારી માવડી રે વરસાવતી ને વરસાવતી રાખજે, તારી હેતભરી આંખડી રે, મારી માવડી રે વહેવા ને વહેવા દેજે સદા રે એને, કરજે ના એને તું સાંકડી રે મારી માવડી રોકાવા ના દેજે મને, અંતરતાપથી, રોકે છે ખૂબ મને એ તાવડી રે માવડી ચાલે છે સંસાર મારો તારા આધારે, નથી પાસે મારી કોઈ દામડી રે માવડી
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
taara hetamam ne hetamam bhinjava de mane re mavadi, taara hetamam ne hetamam
a sansar maa taaru het to chhe, mithi viradi re maari mavadi
taara hetana dudhani dhara vahevadavine re, bani j gavadi maari re mavadi
sansar taap tape che bayankar maari mavadi re, dharje taara hetani chhanyadi re
a sansar pravasamam, het taaru to chhe, taari paase pahonchavani pavadi mavadi re
a sansar sagar paar utaravane re, che het tarum, navadi re maari mavadi re
varasavati ne varasavati rakhaje, taari hetabhari ankhadi re, maari mavadi re
vaheva ne vaheva deje saad re ene, karje na ene tu sankadi re maari mavadi
rokava na deje mane, antaratapathi, roke che khub mane e tavadi re mavadi
chale che sansar maaro taara adhare, nathi paase maari koi damadi re mavadi
|