Hymn No. 5399 | Date: 28-Jul-1994
|
|
Text Size |
 |
 |
તારા ભાવો ને ભાવોમાં રે માવડી, હું તણાતો ને તણાતો જાઉં છું ભૂલી ગયો રે એમાં રે હું તો, હું કોણ છું ને ક્યાં હું જાઉં છું તારામાં ને તારામાં જીવનમાં રે હું તો, ખેંચાતો ને ખેંચાતો હું જાઉં છું આપીશ ના યાદ હવે, મને રે તું જગની, જ્યાં જગને ને મને, હું ભૂલતો જાઉં છું કિનારો મને મળે કે ના મળે, તારી પાસે હું પહોંચતો ને પહોંચતો જાઉં છું અંદર ને બહાર રહ્યું નથી કાંઈ રે બીજું, જ્યાં તારા તું માં મારા હું ને સમાવતો જાઉં છું નથી હવે કોઈ ફરિયાદ બાકી જ્યાં, યાદને ને ફરિયાદને ભૂલતો જાઉં છું આ લાયકાત વિનાના તારા આ નાલાયકને, તું તો અપનાવી જાય છે રાહ જોવરાવી ચીરજે ના હૈયું મારું, હૈયું તારું ચિરાયા વિના ના રહેવાનું છે રાહમાં કરીશ જો તું લાંબો મને, તું લાંબી થયા વિના ના રહેવાની છે ચિરાશે જ્યાં હૈયું મારું, ચિરાશે હૈયું તારું, અલગતા ના રહેવાની છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|