Hymn No. 4591 | Date: 22-Mar-1993
|
|
Text Size |
 |
 |
થવાનું નથી, કાંઈ તને થવાનું નથી, પહેરી લઈશ કવચ હૈયે જો તું, પ્રભુના નામનું
Thavanu Nathi, Kai Tane Thavanu Nathi, Paheri Laise Kavach Haiye Jo Tu, Prabhuna Naamnu
જ્ઞાન, સત્ય, આભાર (Knowledge, Truth, Thanks)
થવાનું નથી, કાંઈ તને થવાનું નથી, પહેરી લઈશ કવચ હૈયે જો તું, પ્રભુના નામનું કરશે રક્ષણ એ તો તારું, તારી પ્રગતિના દુશ્મનોથી તો તારું, કરશે રક્ષણ એ તો તારું છે કવચ એ તો સહેલું, પહેર્યું તો જ્યાં હૈયે એને, કરશે કામ એનું એ તો શરૂ વહાવશે ધારા એવી એ તો પ્રેમની, તારા દુશ્મનોને પણ પડશે એમાં તો પીગળવું નથી જરૂર કાંઈ બીજી એમાં, પડશે એમાંને એમાં, તારા મનને, ચિત્તને તો જોડવું પહેર્યું જ્યાં એકવાર એને તો હૈયે, કદી ના પડશે એને ત્યાંથી તો ઉતારવું ના રોકી શકશે કોઈ ત્યાં એને, લાગશે ના ભાર એનો, કરશે હૈયાંને એ તો હળવું સુખની ધારા વહાવશે એ તો એવી, સુખ કાજે જગતમાં પડશે નહીં જ્યાં ત્યાં ફરવું પહેર્યું કવચ જ્યાં, બરાબર હૈયે જ્યાં એ ચોંટયું, પડે ના જરૂર એને તો ઉતારવું લાગશે ના કોઈ થાક તો એનો, કરશે હૈયાંને ને જીવનને એ તો હળવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|