આવ્યો જગમાં તું એકલો, જવાનો ભી જગમાંથી તું એકલો
નથી જગમાં તો કોઈ તારું, શીખીને તો આ, શું તું એ ભૂલી ગયો
દુઃખસુખની ભરતી-ઓટમાંથી, જીવનમાં તું પસાર થાતો રહ્યો
રહ્યું ના કાયમ આ બંને જગમાં, શીખીને તો આ, શું તું ભૂલી ગયો
જગમાં તો સદા ને સદા તું તો, બદલાતો ને બદલાતો રહ્યો
બદલાયું અન્ય જ્યાં, ગુસ્સે શાને થયો, શીખીને તો આ, શાને તું એ ભૂલી ગયો
આશા-નિરાશાના હીંચકામાં, જીવનમાં તો તું હીંચતો રહ્યો
ના કાયમ એકમાં તો તું ટક્યો, શીખીને જીવનમાં તો આ, શાને તું એ ભૂલી ગયો
વિકારોને પોષી પોષી, જીવનમાં તો તું દુઃખી ને દુઃખી તું થાતો રહ્યો
ત્યજ્યાં ના જીવનમાં તોય તેં એને, શીખીને જીવનમાં તો આ, શાને તું એ ભૂલી ગયો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)