નામ પ્રભુનું તો કયું છે, જે જે છે, એ તો, તેં ને તેં, એને તો દીધું છે
વ્હાલથી જ્યાં તેં એને એ દીધું, પ્રેમથી એણે એ તો સ્વીકાર્યું છે
પ્રભુનું સ્થાન તો કયું છે, દીધું વ્હાલથી આસન એને, ત્યાં એ બિરાજ્યા છે
વિશ્વાસ ને વિશ્વાસથી હૈયું તારું ધબકતું ગયું, હૈયું પ્રભુનું એમાં તો ડોલ્યું છે
નામ પ્રભુનું જ્યાં તેં પ્રેમથી પોકાર્યું, વ્હાલથી પ્રભુએ એ તો નોંધ્યું છે
હૈયું મૂંઝાયું તારું જ્યારે, પ્રેમથી નામ તેં લીધું, કાર્ય પૂરું ત્યારે એણે કર્યું છે
સબંધ એની સાથે, ચાલ્યો આવ્યો છે, મુલાકાતથી વંચિત કેમ તું રહ્યો છે
નામ લીધાં પ્રેમથી એનાં તેં જીવનમાં, સ્વીકાર્યા વિના ના એ રહ્યા છે
હૈયેથી સ્વીકારી લે નામ એક તું, વિશ્વાસે પોકારી લે એ તું, નામ એ તો તારું છે
વિશ્વવ્યાપી શક્તિ એની, સમાશે એ નામમાં તારા, આવાહન જ્યાં તેં એનું કર્યું છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)