ટકશે ના જીવનમાં કોઈના તો, મિથ્યા, અહં ને અભિમાન
ટકશે જીવનમાં તો એ તો, પડયા નથી જીવનમાં વિધાતાના માર
સફળતાના છાંયડામાં, જીવનમાં સહુ કોઈ તો બુદ્ધિમાન ગણાય
વિપરીત સંજોગોમાં જે મારગ કાઢી શકે, એ સાચો બુદ્ધિમાન ગણાય
સામના વિનાની શૂરવીરતાના બણગાં સહુ તો ફૂંકતા જાય
સામનામાં હિંમત જેની તો ના તૂટે, શૂરવીર સાચો એ ગણાય
આપત્તિઓથી જીવનમાં અકળાઈ જાય, કેમ એનાથી બહાર નીકળાય
સમજીને હિંમતથી કરે જે એનો સામનો, એને તો દૂર કરી શકાય
વિચારોને અમલમાં જો ના મુકાય, કાર્ય અધૂરા ત્યાં તો રહી જાય
કાર્ય તો જ્યાં અધૂરા રહી જાય, સફળતાની આશા કેમ કરી રખાય
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)