Hymn No. 4593 | Date: 23-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-23
1993-03-23
1993-03-23
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=93
પ્રભુ તારી મહેકતી સુવાસે રે, મહેકાવી જાજે રે મારા આંગણાં રે
પ્રભુ તારી મહેકતી સુવાસે રે, મહેકાવી જાજે રે મારા આંગણાં રે તારા પગલે પગલે કુમકુમની ફોરમ ઊઠે, પાડી જાજે એવા તું પગલાં રે તારી યાદોને યાદોની સુવાસે રે, મહેકતા રાખજે અમારા તું હૈયાં રે તારા ચરણમાંથી પવિત્ર ગંગા વહે, અમને ભી પવિત્રતા એવી આપજે રે પ્રભુ તારા નયનોમાંથી તો અમૃત વહે, થોડું પાન એનું અમને કરાવજે રે તારા મુખેથી અનુપમ વાણી વહે, અમારા કર્ણોમાં એને તું પાડજે રે તારા હૈયેથી અનોખી હૂંફ વહે, અમને તારા હૈયે થોડું તું ચાંપજે રે પ્રભુ તું સારા જગનું તો ધ્યાન રાખે, ધ્યાન અમારું તો તું રાખજે રે હરેક કાર્ય તો તારી શક્તિ માંગે, તારી શક્તિનો સાથ અમને તું આપજે રે પ્રભુ નીકળ્યા છીએ અમે તો તારામાંથી, અમને તારામાં તું સમાવી દેજે રે
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
prabhu taari mahekati suvase re, mahekavi jaje re maara anganam re
taara pagale pagale kumakumani phoram uthe, padi jaje eva tu pagala re
taari yadone yadoni suvase re, mahekata rakhaje amara tu haiyam re gangbang pagale amara paje pagale amara
paje
pagale taara nayanomanthi to anrita vahe, thodu pan enu amane karavaje re
taara mukhethi anupam vani vahe, amara karnomam ene tu padaje re
taara haiyethi anokhi huph vahe, amane taara haiye thodu tu champaje
toy ramana raku tu saar re
hareka karya to taari shakti mange, taari shaktino saath amane tu aapje re
prabhu nikalya chhie ame to taramanthi, amane taara maa tu samavi deje re
|
|