રહેવા ચાહતેં નથી, તું રહેતો નથી, કોઈથી દૂર ને દૂર તો તું
તોય લાગતો ને લાગતો રહ્યો છે, જીવનમાં સહુને દૂર ને દૂર તો તું
દૂર રાખ્યો તને કોણે, અંતરાય જાગ્યો શાને, કેમ કહેતો નથી એ તો તું
ગોતવા નીકળ્યા તને, શોધી ના શક્યા તને, છુપાયો છે એવો તો તું
વિરહ જાગે જ્યારે, આંસુ વહે ત્યારે, ભેળવે આંસુ જ્યારે એમાં તો તું
બને ધન્ય ઘડી રે એ તો, ચૂકે ના ત્યારે તો તું, મળવાનું એને તું
ગણે ના ગણતરી તું જીવનની, રાખે ગણતરી સાચા ભાવોની તો તું
વહે જ્યાં હૈયાનાં આંસુ, ભીંજાય એમાં તું, દોડી આવે ત્યારે તો તું
ના કહેવાનું કાંઈ તને, ના સમજાવવાનું તને, જ્યાં જાણે બધું તો તું
અજ્ઞાન ને અજ્ઞાનમાં, દુઃખી છું હું, દુઃખી થાતો નથી શું એમાં તો તું
ના હું રહું, ના તું રહે, એક કરજે મને રે એવો, તારામાં તો તું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)