રાખી શકું ના ભરોસો, હું તો મારા મનનો રે
ભટકી ભટકી, રહ્યું એ ભટકાવતું, જગમાં એ તો મને
છટકતું ને છટકતું રહ્યું હાથમાંથી, એ તો સદાએ
કરી કોશિશો ઘણી રાખવા હાથમાં એને, રહ્યું ના હાથમાં એ
રાખી ના શક્યો હાથમાં જ્યાં, બનાવી ના શક્યો હથિયાર એને
મળતી ગઈ હાર જીવનયુદ્ધમાં તો, એમાં ને એમાં રે
બદલાવતો ને બદલાવતો રહ્યો રસ્તા, જીવનમાં એ તો મને
દૂર ને દૂર રાખી મંઝિલ મારાથી, પહોંચવા ના દીધો મંઝિલે
કહેવાતું રહ્યું છે, છે સાથે, રહ્યું ના તોય એ સાથે ને સાથે
રાખી શકીશ ભરોસો જ્યારે મનથી, પ્રભુ દૂર નહીં રહે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)