Hymn No. 4595 | Date: 24-Mar-1993
|
|
Text Size |
 |
 |
1993-03-24
1993-03-24
1993-03-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=95
સાચા રસ્તા સુખના જ્યાં ના લેવાયા, જીવનમાં દુઃખે ધામા ત્યાં નાંખી દીધા
સાચા રસ્તા સુખના જ્યાં ના લેવાયા, જીવનમાં દુઃખે ધામા ત્યાં નાંખી દીધા મારા તારાના મહેરામણ હૈયે જ્યાં ઊછળતાં રહ્યાં, અંધકારે હૈયાંમાં ધામા નાંખી દીધા શૂરવીરતાના સ્વાંગમાં કાયરતાને જ્યાં પોષણ મળ્યા, હૈયાંમાં ડરે, ધામા ત્યાં નાંખી દીધા શ્રદ્ધાને જીવનમાં એ તો હલાવી ગયા, શંકાએ હૈયાંમાં જ્યાં ધામા તો નાંખી દીધા સંબંધોના શ્વાસમાં અડચણ ઊભાં એ કરી ગયા, હૈયાંમાં લોભ લાલચે, ધામા તો નાંખી દીધા યત્નો સફળતાના આરે ના પહોંચી શક્યા, જ્યાં હૈયાંમાં આળસે ધામા નાંખી દીધા સદ્ગુણો વિના મહેકે ના જીવન, મહેક્તું અટક્યું જ્યાં હૈયે, અવગુણોએ ધામા નાંખી દીધા પ્રેમ વિના શોભે ના રે જીવન, ના રાખી શક્યા જ્યાં હૈયે, વેરે ધામા નાંખી દીધા ભક્તિભાવ વિના પ્રભુ મળે ના જીવનમાં, અટકી ગયું જ્યાં હૈયે, કૂડકપટે ધામા નાંખી દીધા સરળતાએ સાથ જ્યાં છોડી દીધા જીવનમાં, હૈયે તો જ્યાં વિકૃતિએ ધામા નાંખી દીધા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
saacha rasta sukh na jya na levaya, jivanamam duhkhe dhaam tya nankhi didha
maara taara na maheramana haiye jya uchhalatam rahyam, andhakare haiyammam dhaam nankhi didha
shuraviratana dhaam nankhi didha shuraviratana svangyamaiamy, kayaratane jya hammana svangyamaiamy, kayarathane jya hankhana svangyamai, shayaratane jya hankhana svangyamai tamai, shayaratane jya hankhama tamai tamai, shayaratane jya hankhana svangyamai
, shraey jankhammane jankhana svangyamai tamai dhaam to nankhi didha
sambandhona shvas maa adachana ubham e kari gaya, haiyammam lobh lalache, dhaam to nankhi didha
yatno saphalatana are na pahonchi Shakya, jya haiyammam alase dhaam nankhi didha
sadguno veena Maheke na JIVANA, mahektum atakyum jya Haiye, avagunoe dhaam nankhi didha
prem veena shobhe na re jivana, na rakhi shakya jya haiye, vere dhaam nankhi didha
bhaktibhava veena prabhu male na jivanamam, ataki gayu jya haiye, kudakapate dhaam nankhi didha
saralatae saath jya chhodi didha jivanamam, haiye to jya vikritie dhaam nankhi didha
|