કર્યાં પાર ને તર્યો જગના કંઈક દરિયામાં, મારા અહંના દરિયામાં હું ડૂબી ગયો
જોયાં કંઈક તોફાનો, સહન કર્યાં કંઈક જીવનમાં, મારા અંતરનાં તોફાન સહન ના કરી શક્યો
જોઈને મહાણી વર્ષાની કંઈક ધારા જગતમાં, આંસુની ધારા તો ના જોઈ શક્યો
સમજણના સાગર પાર કરવા હતાં જગતમાં, અજ્ઞાનના વમળમાં હું અટવાઈ ગયો
જોવું હતું સત્યને જીવનમાં તો મારે, લોભ-લાલચનાં ચશ્માં ના હું ઉતારી શક્યો
જોયાં શક્તિનાં કંઈક સામર્થ્ય તો જગમાં, મનની શક્તિના સામર્થ્યને ના ઓળખી શક્યો
જોયા ને અનુભવ્યા કંઈક અંધકાર મેં તો, મારા અંતરના અંધકારમાંથી બહાર ના નીકળી શક્યો
કરવો હતેં પ્રવેશ સુખના સામ્રાજ્યમાં, દુઃખની સીમા પાર ના હું કરી શક્યો
ચિંતાનો ભાર જીવનમાં ના ઊંચકી કે સહન કરી શક્યો, પ્રભુને ના હું સોંપી શક્યો
ના ભૂતકાળની યાદને ભૂલી શક્યો, ના આજની વાસ્તવિકતા સ્વીકારી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)