કરી કરી વિનંતી ઘણી તને રે પ્રભુ, નનૈયો તારો હવે ચાલવાનો નથી
મૂંઝાયો છું ઘણો ઘણો હું તો જીવનમાં, સાંભળ્યા વિના તારે ચાલવાનું નથી
અટક્યાં છે સર્વ કાર્યો મારા રે જીવનમાં, સાથ દીધા વિના તારે ચાલવાનું નથી
કરી છે ભૂલો ઘણી મેં તો જીવનમાં, માફી આપ્યા વિના તારે ચાલવાનું નથી
રહ્યો દૂર ને દૂર ભલે હું તો તુજથી, તારા શરણમાં લીધા વિના તારે ચાલવાનું નથી
અસ્થિર રહ્યો છું ઘણો હું તો જીવનમાં, સ્થિરતા દીધા વિના તારે ચાલવાનું નથી
સુખની શોધમાં પાછો પડયો છું હું તો જીવનમાં, સુખી કર્યાં વિના તારે ચાલવાનું નથી
ઊતરી ગઈ છે ગાડી પાટેથી રે, જીવનમાં ફરી પાટે ચડાવ્યા વિના ચાલવાનું નથી
સમજણમાં તૂટતો ને તૂટતો રહ્યો જીવનમાં, સાચી સમજણ આપ્યા વિના ચાલવાનું નથી
મળ્યાં નથી દર્શન જીવનમાં તારા રે પ્રભુ, દર્શન આપ્યા વિના હવે ચાલવાનું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)