મેળવતો ને મળવતો રહ્યો છે જીવનભર તો તું જીવનમાં
સંતોષ તોય તને વળ્યો નહીં, સંતોષ તને તોય રહ્યો નહીં
મળ્યું જીવનમાં થોડું તો જ્યાં, ઇચ્છા બીજી ઊભી કર્યાં વિના રહ્યો નહીં
લાયક બન્યા વિના દોડયો મેળવવા, મેળવી તો એ શક્યો નહીં
મેળવી સુખની ધારા થોડી જીવનમાં, એને તું જાળવી શક્યો નહીં
મળ્યું ના જે જીવનમાં, રાચ્યો એના દિવાસ્વપ્નમાં, એ મેળવી શક્યો નહીં
અન્ય પાસે હતું જે, જલ્યા ને જલ્યા વિના એમાં જ્યાં રહ્યો નહીં
યત્નોનાં ફળ મળ્યાં ના જલદી જ્યાં જીવનમાં, ધીરજ રાખી શક્યો નહીં
શંકાશીલ રહ્યો જ્યાં તું હૈયામાં, મેળવવાનું તું મેળવી શક્યો નહીં
ભાવોને ભાવો ખેંચતા રહ્યા હૈયામાં, તણાયા વિના એમાં રહ્યો નહીં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)