Hymn No. 5467 | Date: 04-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-04
1994-09-04
1994-09-04
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=966
રહ્યું છે જીવનને તો ભાવો તાણતું, રહ્યા અમે ભાવોમાં તણાતા ને તણાતા
રહ્યું છે જીવનને તો ભાવો તાણતું, રહ્યા અમે ભાવોમાં તણાતા ને તણાતા કરી કોશિશો જીવનમાં અન્યના ભાવોને જાણવા, રહ્યા અમે અમારા ભાવોથી અજાણ્યા રાખી ના શક્યા ભાવોને ખુદના હાથમાં, રહ્યા તોય ભાવોની ફરિયાદ કરતા ને કરતા ગઈ ભાવો તો સમજણને તાણી, રહ્યા ખુદને તોય સમજદાર અમે સમજતા નિયંત્રણમાં ભાવોને રાખવાની વાતો કરતા, નિયંત્રણમાં એને રાખી ના શક્યા કરી ઊભી મુસીબતોનો દુર્ભાવોએ તો જીવનમાં, ભાવો તોય જીવનમાં ના એ છોડયા ભાગ્ય અમારું ના અમે એમાં ઘડી શક્યા, રહ્યા ફરિયાદ ભાગ્યની કરતા ને કરતા બદલાતા ને બદલાતા ગયા ભાવો જીવનમાં, રહ્યા મંઝિલ અમે એમાં તો બદલતા સુખના કિનારાની આવીને નજદીક રહ્યા, એ કિનારાને તો દૂર રાખતા ને રાખતા નિયંત્રણ વિનાની નાવડી બની અમારી એમાં, રહ્યા એમાં અમે ઝોલાં ખાતા ને ખાતા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahyu che jivanane to bhavo tanatum, rahya ame bhavomam tanata ne tanata
kari koshisho jivanamam anyana bhavone janava, rahya ame amara bhavothi ajanya
rakhi na shakya bhavone khudana hathamam, rahya toya bhavoni phariyaad karta ne karta
gai bhavo to samajanane tani, rahya khudane toya samajadara ame samajata
niyantranamam bhavone rakhavani vato karata, niyantranamam ene rakhi na shakya
kari ubhi musibato no durbhavoe to jivanamam, bhavo toya jivanamam na e chhodaya
bhagya amarum na ame ema ghadi shakya, rahya phariyaad bhagyani karta ne karta
badalata ne badalata gaya bhavo jivanamam, rahya manjhil ame ema to badalata
sukh na kinarani aavine najadika rahya, e kinarane to dur rakhata ne rakhata
niyantrana vinani navadi bani amari emam, rahya ema ame jolam khata ne khata
|
|