Hymn No. 5472 | Date: 09-Sep-1994
|
|
Text Size |
 |
 |
દઉં દઉં હવે તને તો શું દઉં રે પ્રભુ, જ્યાં મારી પાસે, મારા હાથમાં, મારું તો કાંઈ નથી
Dav Dav Have Tane To Shu Davuu Re Prabhu,Jya Mari Pase ,Mara Hathma,Maru To Kai Nathi
પ્રેમ, ભક્તિ, શિસ્ત, શાંતિ (Love, Worship, Discipline, Peace)
દઉં દઉં હવે તને તો શું દઉં રે પ્રભુ, જ્યાં મારી પાસે, મારા હાથમાં, મારું તો કાંઈ નથી ચિતડું ને મનડું ચોરી લીધું પહેલાં પ્રભુ, હવે મારું એ તો રહ્યું નથી ધન દૌલતની છે માલિકી તો તારી, મારે મારી એને તો ગણવી નથી દઈ દઈ નાશવંત, તને દઉં રે શાને, રહેશે ના પાસે મારી, તારી પાસે રહેવાની નથી સુખદુઃખથી છે તો તું અલિપ્ત પ્રભુ, દઈ તને લિપ્તિત મારે કરવા નથી દિલડું તો દઈ ચૂક્યો છું પહેલાં, મારે મારું હવે એને તો ગણવું નથી તનડાની મુસાફરી તો છે સ્મશાન સુધી, કાચું એવું તને તો દેવું નથી આદત પાડી ખોટી જીવનમાં, છોડવી છે જીવનમાં એને, દઈ તને આદત એ પાડવી નથી છે આત્મા પાસે તો એક મારો, સમર્પિત તને એ કર્યાં વિના રહેવું નથી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|