Hymn No. 5491 | Date: 21-Sep-1994
|
|
Text Size |
 |
 |
છું હું તો એક આત્મા, નીકળ્યો છું બનવા તો હું પરમાત્મા બની જીવાત્મા, કરી રહ્યો છું, જીવનસફર જીવનની તો હું જગમાં રચી રચી મોટી મોટી આશાઓ જીવનમાં, જોતો રહ્યો એને તૂટતા ને તૂટતા જીવનમાં અટવાઈ ગયો હું માયાના ઘુમ્મસમાં, વધી નથી શક્યો એમાં હું જીવનમાં ઢંકાઈ ગયું છે તેજ મારું તો એમાં, ચાલી નથી શકતો હું તો મારા પ્રકાશમાં પ્રેમને શક્તિ તો છે મારાં ને મારાં ઝરણાં, શોધવાં પડે છે મારે એને જીવનમાં મટયા વિના જીવાત્મા કરી રહ્યો છું, હું તો મારી ને મારી ભક્તિ જીવનમાં બન્યા વિના પરમાત્મા બનતો રહ્યો છું, હું કર્તા ને કર્તા રહી ગયો એમાં હું જીવાત્મા મારાં ને મારાં રૂપો, રહ્યાં મને અટકાવતાં, બનતાં મને તો પરમાત્મા હતી જીવનસફર મારી તો ટૂંકી, બની ગઈ લાંબી ને લાંબી તો એમાં છું ભલે હું જીવાત્મા, બનવું છે મારે પરમાત્મા, રાખવું છે મારે આ ધ્યાનમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
|
|