ઊભો ને ઊભો ત્યાં તું તો રહી ગયો, આજુબાજુ જોવામાં જ્યાં તું રહી ગયો
જીવનમાં તો આમ, ત્યાં ને ત્યાં તો તું રહી ગયો
ડરને કે શંકાને, હૈયેથી જ્યાં ના તું છોડી શક્યો, પગલું આગળ ના તું ભરી શક્યો
નિર્ણયોમાં રહ્યો અટવાતો, મૂંઝારા રહ્યો વધારતો, નિર્ણય ના તું લઈ શક્યો
હિંમત વિનાનો રહીને રે જીવનમાં, આશાના સહારે જીવન જીવતો આવ્યો
ખોટાં વિચારો ને ખોટાં ખયાલોમાં ડૂબતો રહ્યો, શક્તિ એમાં ઘટાડતો રહ્યો
બુદ્ધિમાં વિચલિત ને વિચલિત બની ગયો, સાચી સમજણ ખોઈ બેઠો
ખોટાં ભાવો ને ભાવોમાં સમય ગુમાવતો રહ્યો, આગળ ના એમાં વધી શક્યો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)