Hymn No. 5493 | Date: 22-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-22
1994-09-22
1994-09-22
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=992
રહી જરૂરિયાતો જાગતી જીવનમાં, કરતી રહી પૂરી તું હે જગમાતા
રહી જરૂરિયાતો જાગતી જીવનમાં, કરતી રહી પૂરી તું હે જગમાતા કદી ભગિની બનીને, કદી બની માતા, કદી પિતા તો કદી બનીને ભ્રાતા રહ્યું કિસ્મત મારતું ને મારતું જગમાં, જીવનને તો કારમા સપાટા સપાટામાં ને સપાટામાં રહ્યા, જીવનમાં મારાં અનેક સ્વપ્નો રગદોળાયાં દઈ જીવન તેં જગમાં, કરી શરૂઆત તેં દેવાની, છે મારી તો તું અનુપમ દાતા પુકારું હૈયેથી જ્યાં નામ તો તારું, હૈયે હર્ષનાં મોજાં તો જાય છે ઊભરાતાં ખોટા ને સાચા ભાવો જીવનમાં રહે છે, હૈયામાં તો સદા જાગતા ને જાગતા તારી શક્તિ વિના રહે ના એ તો કાબૂમાં, અરે ઓ મારી રે જગમાતા ઊપડે છે ઉપાડા જીવનમાં કંઈક તો એવા, જીવનમાં નથી જલદી એ સમજાતા વિકારો ને ખોટાં વિચારો, રહ્યા છે જીવનમાં મને તો સતત સતાવતા તારી કૃપા કે તારી દયા વિના જીવનમાં, નથી કાબૂમાં એને રાખી શકાતા
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
rahi jaruriyato jagati jivanamam, karti rahi puri tu he jagamata
kadi bhagini banine, kadi bani mata, kadi pita to kadi bani ne bhrata
rahyu kismata maratum ne maratum jagamam, jivanane to karama sapaata
sapatamam ne sapatamam rahya, jivanamam maram anek svapno ragadolayam
dai jivan te jagamam, kari sharuata te devani, che maari to tu anupam daata
pukaru haiyethi jya naam to tarum, haiye harshanam mojam to jaay che ubharatam
khota ne saacha bhavo jivanamam rahe chhe, haiya maa to saad jagat ne jagat
taari shakti veena rahe na e to kabumam, are o maari re jagamata
upade che upada jivanamam kaik to eva, jivanamam nathi jaladi e samajata
vikaro ne khotam vicharo, rahya che jivanamam mane to satata satavata
taari kripa ke taari daya veena jivanamam, nathi kabu maa ene rakhi shakata
|