એવો કેવો રે બની ગયો છે રે, લાચાર જીવનમાં રે તું
અન્યની સહાનુભૂતિ તું ચાહે છે, અન્યની સહાનુભૂતિ તું માંગે છે
શોધી શોધી અન્યના સહારા, જીવનમાં લાચાર શાને રહેવા માંગે છે
ગુમાવી બેસીશ સ્વત્વ તું તારું, જીવનમાં દીન બનવા શાને તું ચાહે છે
શું દીન બનીને પ્રભુને તું દીનદયાળ બનાવવા માંગે છે
જ્યાં શક્તિ બધી તારામાં તો છે ભરી ભરી, લાચારી શાને અનુભવે છે
છે લાચાર જગમાં તો સહુ, સહાનુભૂતિ એની શાને તો તું માંગે છે
અશાંતિમાં ઘૂમી રહ્યા છે સહુ જગમાં, શાંતિ એની પાસે શાને ચાહે છે
નોતરી સ્થિતિ લાચારીની અભિમાનમાં, સહાનુભૂતિ હવે શાને શોધે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)