Hymn No. 5496 | Date: 24-Sep-1994
|
|
Text Size |
 |
 |
1994-09-24
1994-09-24
1994-09-24
https://www.kakabhajans.org/bhajan/default.aspx?id=995
છે દ્વાર પ્રભુનાં તો ખુલ્લાં ને ખુલ્લાં, પ્રવેશ તને તોય કેમ ના મળ્યો
છે દ્વાર પ્રભુનાં તો ખુલ્લાં ને ખુલ્લાં, પ્રવેશ તને તોય કેમ ના મળ્યો કર્યું જીવનમાં એવું રે શું, પ્રવેશ હજી એમાં કેમ ના તું તો પામ્યો રાત-દિવસ કરી ઉધામા, ગોત્યાં કારણ તો એનાં, દૂર કેમ ના એને કરી શક્યો મસ્ત રહ્યા માયાની મસ્તીમાં, પ્રભુપ્રેમની મસ્તીમાં મસ્ત કેમ ના બન્યો છોડયા ના વિકારો જીવનમાં, પ્રવેશ એની સાથે તો એમાં ના પામ્યો મથી મળ્યું હતું શુદ્ધ જીવન તો જગમાં, વિશુદ્ધ એને તો ના રાખી શક્યો દેખાયાં દ્વાર કદી લાંબે કદી પાસે, પ્રભુના પ્રવેશદ્વારમાં ના પ્રવેશી શક્યો મન, ભાવ, બુદ્ધિ, વિચારોની વિશુદ્ધની, ચકાસણીમાં તો ઊણો ઊતર્યો યત્નો ને યત્નો કરવા રહ્યા ચોખ્ખા એને, સફળ એમાં તો ના થયો બન્યા જ્યાં ચોખ્ખા, જોઈ ના રાહ પ્રભુએ, સામે એ તો દોડી આવ્યો
Satguru Shri Devendra Ghia (Kaka)

સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)
Lyrics in English
che dwaar prabhunam to khulla ne khullam, pravesha taane toya kem na malyo
karyum jivanamam evu re shum, pravesha haji ema kem na tu to paamyo
rata-divasa kari udhama, gotyam karana to enam, dur kem na ene kari shakyo
masta rahya maya ni mastimam, prabhupremani mastimam masta kem na banyo
chhodaya na vikaro jivanamam, pravesha eni saathe to ema na paamyo
mathi malyu hatu shuddh jivan to jagamam, vishuddha ene to na rakhi shakyo
dekhayam dwaar kadi lambe kadi pase, prabhu na praveshadvaramam na praveshi shakyo
mana, bhava, buddhi, vicharoni vishuddhani, chakasanimam to uno utaryo
yatno ne yatno karva rahya chokhkha ene, saphal ema to na thayo
banya jya chokhkha, joi na raah prabhue, same e to dodi aavyo
|