તણાયા, તણાયા, તણાયા, જીવનમાં રહ્યાં અમે તો તણાતા
અનેક તાણો રહી જીવનને તાણતી, રહ્યાં અમે એમાં તો તણાતા
નાની ને મોટી અનેક તાણો રહી તાણતી, રહ્યાં અમે એમાં તો તણાતા
જેવી જેવી તાણોમાં રહ્યાં તણાતા, ઘાટ એવા અમારા રહ્યાં ઘડાતા
ઘસડતીને ઘસડતી રહી તાણો જીવનને, રહ્યાં ક્યાંને ક્યાં અમે ઘસડાતા
ચારે બાજુથી તાણો રહી તાણતી, ચકરાવે રહ્યાં અમે ને અમે ચડતા
તણાતા રહ્યાં ઘણી તાણોમાં એવા, કઈ તાણમાં તણાતા ના સમજાયા
એક તાણમાંથી તો જ્યાં છૂટયા, ત્યાં બીજી તાણમાં તો રહ્યાં તણાતા
તાણો વિનાનું રે જીવન, એ તો સ્વપ્નમાંને સ્વપ્નમાં રહી ગયા
પ્રભુભાવ ને ભક્તિની તાણમાં હતું તણાવું, એ વિના બીજી તણોમાં રહ્યાં તણાતા
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)