શું કહેવું, શું ના કહેવું, સમજાય નહીં જીવનમાં જ્યારે, ત્યારે ચૂપ રહેવું
સમજાયા વિના કહીએ જીવનમાં જ્યારે, પડે જીવનમાં ત્યારે દુઃખને નોતરવું
કહેવાનું હોય જીવનમાં તો જ્યારે, બધું સમજી વિચારીને તો કહેવું
કહેવા ખાતર તો કહેવું, ઉદ્દેશ વિનાનું કહેવું જીવનમાં ના એવું કરવું
સત્યને વળગવું, સત્ય તો કહેવું, પણ અન્યને દુઃખ લાગે એવી રીતે ના કહેવું
લાગે કહેવાથી થાશે ઝગડો, ત્યારે તો જરૂર ચૂપ રહેવું, ચૂપ રહેવું
ચુપકીદીનો અર્થ જો જુદો નીકળે, ત્યારે જીવનમાં તો કહેવું ને કહેવું
કહેવાનું છે જીવનમાં તો જ્યારે, ત્યારે કહેવામાં પૂરા ભરીને ભાવ કહેવું
કહેવું છે પણ મનમાં સમસમી રહીને, ના કહેવું, એવું તો ના કરવું
મન વિનાનું, ભાવ વિનાનું, કહેવા ખાતર કહેવું, એવું તો ના કરવું
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)