છે જીવન એ તો, મારી જિંદગી (2)
છે શ્વાસ જ્યાં સુધી આ તનમાં, ત્યાં સુધી છે પાસે મારી જિંદગી
છે જીવવાની એને તો મારે, તોયે જીવી નથી શક્તો મારી રીતે જિંદગી
છે મુશ્કેલીથી એ તો ભરેલી, સામના વિના નથી વીતી મારી જિંદગી
છે જિંદગી તો મારી, કરતા રહ્યાં છે એના પર અન્ય કાબૂ ને દાવા, છે એવી મારી જિંદગી
છે જિંદગી જેણે દીધી, છૂટ એણે વધુ દીધી, પકડ એના ઉપર અન્યએ ના છોડી
છે જિંદગી સગાઈઓથી ભરેલી, છે જિંદગી સાથે તો સગાઈ તો મારી
છે જિંદગી આ એવી, નથી પૂરી એ થઈ જાતી, પડશે કરવી નવી જિંદગીની તૈયારી
છે જેવી એ તો જેવી રહી લાગી, સદા તોયે એ તો પ્યારી ને પ્યારી
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)