તને ત્યાં તો કોણ બચાવે. તને ત્યાં તો કોણ બચાવે
જીવનમાં તો જ્યાં ડૂબવું છે તારે ને તારે રે જીવનમાં
સમજી સમજીને પણ, સમજદારીથી વર્તવું નથી રે તારે
છોડી રસ્તા સુધરવાના, સુધરવું નથી, જીવનમાં જ્યાં તારે
લાવવા છે ખોટા અહંને અભિમાનને, વચ્ચે વારંવાર તો તારે
કરવી નથી સંગત સારી તારે, બૂરી સંગતોમાં રહેવું છે જ્યાં તારે
હારી હિંમત ઊઠવું નથી, જીવનમાં તો જ્યાં તારે ને તારે
વિકારોમાંથી નીકળવું નથી જીવનમાં, બહાર તો તારે જ્યારે
કરતા રહેવા છે અપમાન, ભૂલવા નથી અપમાન જીવનમાં જ્યારે
પીડાયું નથી જીવનમાં જ્યારે, પીડાવા છે જીવનમાં અન્યને જ્યારે
દેશે જીવનમાં સહુ હાથ ખંખેરી, ડૂબવું છે જીવનમાં જ્યાં તારે ને તારે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)