તું હલીશ કે નહીં, તું હલીશ કે નહીં, મારા વ્હાલા રે પ્રભુ, તું હલીશ કે નહીં
આવી નથી શું મારા દુઃખ દર્દની અવધિ, મારા દુઃખમાં તું હલીશ કે નહીં
મૂર્તિ બનીને ભલે રે,બેઠો જીવનભર રે તું
એકવાર મારા દર્દમાં હોંકારા તું ભણીશ કે નહીં, તું હલીશ કે નહીં
હશે કોઈ ખૂટતી કડી રે મારામાં, જાણતો હશે ભલે રે તું
મારી એ ખૂટતી કડીને શોધવા, મદદ મને તું કરીશ કે નહીં - તું હલીશ...
હાલી ગયા છે હવે એમાં પ્રાણ ભી મારા, મૂંઝવી રહ્યાં છે મૂંઝવણના તાંતણા ઝાઝા
એ મૂંઝવણના તાંતણા તોડવા, તું દોડી આવીશ કે નહીં - તું હલીશ...
પથ્થર બનીને ભલે તું બેઠો, તને હલાવ્યા વિના હું રહીશ નહીં
તને હલાવવાની ઇચ્છા મારી, તું પૂરી થવા દઈશ કે નહીં - તું હલીશ...
દુઃખ દર્દથી વહેશે જ્યાં આંસુ મારા, જોઈ તું રડયા વિના રહીશ નહીં
હરી લીધું છે જ્યાં ચેન તેં તો મારું, તને ચેનથી બેસવા દઈશ નહીં
આ મારી ઇચ્છા, પૂરી તું થવા દઈશ કે નહીં - તું હલીશ...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)