મનમંદિરની રે, મૂર્તિ રે તારી, આજ તો શું બોલે છે
તારા વિચારો ને વર્તનથી, શું એ ખુશ થઈ ડોલે છે
તારા ખોટાં રે કર્મોથી, આંખ એની એમાં શું ઝૂકે છે
તારા કર્મો ને ભાવોના ત્રાસથી, આંખથી આંસુ શું એ સારે છે
અજાણ્યા નથી કોઈ કર્મો એનાથી, ઠપકો એનો તને શું આપે છે
તારા કર્મો ને ભાવોમાં, બની વિસ્મિત, શું તને એ નીરખે છે
તારા કાર્યોથી આંખમાંથી એને, આંસુ હર્ષના શું વહે છે
તારા દુઃખ દર્દથી થઈને દ્રવિત, આંસુ આંખથી સારે છે
તારા વર્તનથી, આંખથી રે એના, શું અગ્નિ ઝરે છે
એની આંખમાંથી શું પ્રેમભરી શીતળતા વરસે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)