વિચાર્યું નથી કંઈ તે મનમાં, કોઈ તને ક્યારે શું કહેશે
વિચારજે હવે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે
પળ પળમાં પલટાતા વિચાર તારા, વિચારો તને ઘસડી જાતા
એક પળ કાઢીને વિચારજે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે
કરવાના વિચારો ભૂલી, ખોટા વિચારોથી થાક્યો છે તું જગમાં
ક્ષણભરનો પોરો ખાઈ વિચારજે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે
કામક્રોધમાં ઘસડાઈને, વિચારો કર્યા તે ઊલટાં મનમાં
હવે આ બધું છોડીને વિચારજે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે
પોતાના ગણી ગણીને પણ, એકલતા અનુભવી રહ્યો જ્યાં મનમાં
જાવાનું છે તો એકલા, વિચારજે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે
સાથ મળશે તને જેનો સદા, ભૂલીને ભટકતો રહ્યો તું જગમાં
સુધારીને આ ચાલ તારી, વિચારજે તું મનમાં, તારો આતમરામ તને શું કહે છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)