માયાના વેરાનમાં ભક્તિ કેરું એક ફૂલ ખીલ્યું
જાળવી સદા એને રાખજો, જાળવી એને રાખજો
પ્રેમનું નિત્ય પાન કરાવી, તાજું એને રાખજો
શંકાઓની આંટી પાડી, તોડી એને ન નાંખજો
કામ ક્રોધના તાપથી, કરમાવી એને ના નાંખજો
શ્રદ્ધા કેરું ખાતર પૂરી, જતન કરી એનું રાખજો
લોભ-લાલચે લપટાઈ, ફેંકી એને ન નાંખજો
ભાવથી એનું પોષણ કરી, નિત્ય ખીલતું રાખજો
અહં કેરા કાંટાથી, બચાવી સદા એને રાખજો
સુગંધ ફેલાવી એમાં, પ્રભુ ચરણે એને ધરી નાખજો
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)