સવારે ઊગી, સાંજે આથમી, હાલત સૂર્યની પલટાય છે
માનવીની ચડતી પણ એમ જ પડતીમાં પલટાય છે
બચપણ વીતી, જુવાની જાતી, શરીર વૃદ્ધ બનતું જાય છે
ક્રમ તો સદા આ રહ્યો છે જગમાં, આંખ સામે દેખાય છે
દુઃખથી ઘેરાયેલા જીવનમાં સુખના કિરણો પથરાય છે
કઠોર એવું હૈયું પણ, મૃદુતા ધારણ કરતું જાય છે
આંધી વ્યાપે જગમાં જ્યારે, ઘોર અંધકાર છવાય છે
તૂફાન શમતાં, સુખના સોનેરી કિરણો દેખાય છે
હૈયે હૈયાં મળતાં, હૈયામાં અનેરા ભાવો જાગી જાય છે
પ્રભુના પ્રેમમાં પાગલ બનતો, દુનિયા તો પલટાય છે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)