ભટકતો ભટકતો આતમરામ આવ્યો આ જગમાં
ભટકવું ના ભૂલી, સ્થિર ન થયો `મા’ ના શરણમાં
ગૂંચવાઈ, ગૂંચવાઈ રહ્યો એ તો માયાની જાળમાં
હૈયે એ તો લાગી વહાલી, ફટકો લાગ્યો ના હૈયામાં
થાક તો ન લાગ્યો, પડયા પાસા સીધા આ જગમાં
અવળા પાસાથી અકળાયો, છૂટયો ભ્રમ આ જગમાં
આદતથી મજબૂર બન્યો, સરક્યો એ ખૂબ નિરાશામાં
શ્રમ એને ખૂબ લેવો પડેલો, ઉપર એને ઊઠવામાં
હૈયું હવે ધીરે ધીરે લેતું ગયું નિત્ય શ્વાસ આશાના
મનડું પણ શાંત બન્યું, સ્થિર થયું `મા’ ના ચરણમાં
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)