રમતાં રમતાં આવી માડી (2) મંગળ કરતા જાવ
મૂકીને હાથ તારો માડી (2) આશિષ દેતા જાવ
વાટ જોતાં તારી માડી (2) દર્શન દેતા જાવ
આવીને આજ તો માડી, (2) ખબર પૂછતાં જાવ
સંકટઘેર્યા બાળ છીએ માડી (2) સંકટ હરતાં જાવ
કામો કીધાં તે અનેક માડી (2) એક વધુ કરતા જાવ
અશાંત છે હૈયા અમારા માડી (2) શાંત કરતા જાવ
રડતાં રહ્યાં જગમાં ઘણાં માડી (2) હસતા કરતા જાવ
હોંશથી આવીને આજે માડી (2) વાતો સાંભળતા જાવ
સંસારના ઝેર તો પીધાં માડી (2) હવે અમૃત પાતા જાવ
દાન દેતી તું તો ઘણા માડી (2) એક વધુ દેતા જાવ
આશ હૈયે જાગી છે ઘણી માડી (2) આશ પૂરતાં જાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)