વીત્યા છે માડી કંઈક દિન ને રાત
હજી નથી થઈ માડી તારી મુલાકાત
સમજાતું નથી કેમ કરું હું શરૂઆત
હૈયે ધરપત છે, તું તો છે મારી માત
હર રાત પછી આવે છે એક પ્રભાત
આશામાં આ વીતે છે મારા દિન ને રાત
કરવી છે માડી, મારી ભૂલની કબૂલાત
છોડયું નથી અવની પર એકે પાપ
દાવો નથી મારો કે છું નિષ્પાપ
જાણું છું એટલું, શરણે આવ્યો છું માત
ભટક્યો, ભટક્યો જગમાં માડી દિન ને રાત
તોય નથી થઈ માડી તારી મુલાકાત
મનડું નથી શાંત, હવે સ્થિર કરજે માત
જઈને ક્યાં અટકીશ, નવ જાણું માત
ભૂલ્યો હતો માડી, હું તો તારું નામ
સંજોગે ચડાવી દીધું હૈયે તારું નામ
ધીરે ધીરે ચડતા, હૈયે જાગ્યા છે ભાવ
નથી કાંઈ બીજું જાણતો, હવે નાતો નિભાવ
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)