માનવદેહ દઈને ‘મા’ એ, તને કીધો છે લલકાર
કમર કસીને તારી, લેજે ઝીલી તું એ પડકાર
વ્યાપી છે જગમાં સઘળે, ન આવે તોએ અણસાર - કમર...
બનશે તો મુશ્કેલ જગમાં, તોડવી એની માયાની જાળ - કમર...
જનમો કંઈક વીત્યા તારા, ઊભો છે એ લલકાર - કમર...
કરતો રહ્યો તું ભૂલો સદાએ, તોય કરતી રહી ઉપકાર - કમર..
દીધી છે બુદ્ધિ ઘણી, વળી ભર્યા ભાવતણા ભંડાર - કમર...
હસતી હસતી, સદા દેતી આવી, સહુને એ આવકાર - કમર...
માંદલી વાતો, અધૂરા યત્નોને, કરજે તું હદપાર - કમર...
ભરજે હૈયું ખૂબ વિશ્વાસે, પડશે જરૂર એની વારંવાર - કમર...
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)