અહંને રાખીને મધ્યમાં, ના તોલ તું કદી કર્તાને
તોલીશ તું ખોટી રીતે, કર્તામાં પણ ભૂલ તો દેખાશે
હટશે અહં જ્યાં હૈયેથી તારા, દયા કર્તાની તો દેખાશે
કદી પ્રભુ તો કહેતો નથી, ના તોલ તું મુજને તારી રીતે
સાચો કદી કહેતો નથી, માન તું સાચો એક મુજને
ખોટાએ સદા જગને કહેવું પડ્યું, સાચો મુજને જાણજે
અહં, અહંના જ્યાં અંતર વધે, અંતર તો સદા રહે વિસ્તરે
સદા ડૂબી રહી પાપમાં, ના તોલ તું અન્ય ખામીને
કદી, કદી ખોટમાં પણ સચવાય છે સાચ સારી રીતે
કરજે યત્નો સદા, શુદ્ધ થાવા, તું સાચી રીતે
ફિકર ના રાખ તું અન્યની, કરશે ફિકર પ્રભુ તો સાચી રીતે
સદ્દગુરુ દેવેન્દ્ર ઘીયા (કાકા)